હાસ્યથી ભરપૂર ગુજરાતી નાટક ‘હાલો પટેલભાઈની જાનમાં’ 4 થી 27 સપ્ટેમ્બર યુ.કે.માં

Wednesday 26th August 2026 07:52 EDT
 
 

લોકો હાલમાં પોતાના ધંધા-રોજગાર, નોકરી, પારિવારિક મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે, ત્યારે હાસ્યનો પાવર બૂસ્ટર ડોઝ ખૂબ જરૂરી બની જાય છે. આવું જ એક હાસ્યનો પાવર બૂસ્ટર ડોઝ લઈને યુકેના આંગણે પંકજભાઈ સોઢા લઈને આવ્યા છે હાસ્યના મહારાજા નિમેશભાઈ શાહ અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહનું નાટક ‘હાલો પટેલભાઈની જાનમાં.’ લોકોની ડિમાન્ડને જોતાં 4 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન રાયસ્લિપ, પોર્ટ્સબાર, ઇલ્ફર્ડ, સ્ટેનમોર, બ્રેડફોર્ડ, લેસ્ટર, લુટન, વેલિંગબરો અને સાઉથ લંડનમાં 15 શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ એવું હાસ્ય નાટક છે, જે સત્ય ઘટના પર આધારિત છે, જેના અત્યાર સુધી 175 જેટલા શો થઈ ચૂક્યા છે, જે પૈકી ભારતમાં 111 અને અમેરિકામાં તો 60 દિવસમાં રેકોર્ડબ્રેક 51 હાઉસફુલ શો થઈ ચૂક્યા છે.
49 યુવતીઓનાં લગ્ન માટેના ઇનકાર બાદ ધુંઆપુંઆ થયેલો જૂનાગઢનો યુવાન (પટેલ એટલે કે નિમેશ શાહ) લગ્ન માટે કેવા ધમપછાડા કરે છે અને લગ્ન નક્કી થયા બાદ કેવી ધમાચકડી થાય છે તે પ્રસંગો જોતાં લોકો કહી ઊઠશે ‘મજા આવી ગઈ... વન્સ મોર.’ એટલું જ નહીં મલ્લિકા શાહ, જિજ્ઞા ત્રિવેદી વૈદ્ય, પિયૂષ અઢિયા, અંકિતા રાવલ અને સ્વપ્નીલ આગવેકરનો કોમેડી ટાઇમિંગ જાણે કે લોર્ડ્સના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા જેવો જ છે, જે પણ ખૂબ મજા-મજા કરાવે છે.
વધુ વિગત અને ટિકિટ બુકિંગ માટે જુઓ જાહેરાત પાન નં. 9 . ટિકિટ બુક કરો ત્યારે ગુજરાત સમાચારનો ખાસ ઉલ્લેખ કરવા વિનંતી.


comments powered by Disqus